Rain News : ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ મેશ્વો નદી બે કાંઠે, રામપુરાથી આંત્રોલી જવાનો રસ્તો પાણીમાં ગરકાવ, જુઓ Video
મેઘરાજાએ છેલ્લા 2-3 દિવસથી ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. સાબરકાંઠાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે તલોદના આંત્રોલી નજીક મેશ્વો નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે.
મેઘરાજાએ છેલ્લા 2-3 દિવસથી ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. સાબરકાંઠાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે તલોદના આંત્રોલી નજીક મેશ્વો નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે.સતત ત્રીજા દિવસથી મેશ્વોનદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. રામપુરાથી આંત્રોલી જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. બ્રિજ પરથી પાણી વહેતા થતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે. બ્રિજ બંધ છતા કેટલાક લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યાં છે.
વાત્રક ડેમ છલકાયો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા અરવલ્લી જિલ્લામાં આવેલા જળાશયો છલકાયા છે. માલપુરના વાત્રક ડેમમાં પણ 12 હજાર 600 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 2 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ડેમમાંથી 12 હજાર 600 ક્યુસેક પાણી વાત્રક નદીમાં છોડાયું છે. જેના પગલે નદીકાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
