ઉત્તર ગુજરાતમાં ચારેય સાંસદો કપાશે? BJP લાગુ કરશે નો-રિપીટ થિયરી

ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ ચર્ચાઓ તેજ બની ગઈ છે. ભાજપમાં કોને ટિકિટ મળશે અને કોણ કપાશે તેને લઈ ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન સુત્રો મારફતે સામે આવી રહેલી માહિતી મુજબ ઉત્તર ગુજરાતમાં ચારેય લોકસભાની બેઠકોમાંથી એક પણ વર્તમાન સાંસદ રિપીટ થાય એવી શક્યતાઓ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 6:53 PM

ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચાર બેઠકો પર કોને ટિકિટ મળશે અને કોણ કપાશે એ સહિતની ચર્ચાઓ છેલ્લા બે ત્રણ દિવસથી તેજ બની છે. આ દરમિયાન ટીવી9ને વિશ્વસનીય સુત્રોથી મળેલ વિગતો મુજબ ઉત્તર ગુજરાતમાં વર્તમાન ચારેય સાંસદોની ટિકિટ કપાઈ રહી છે. જે મુજબની વિગતો સુત્રોથી આવી રહી છે, તે પ્રમાણે ચારેય સાંસદ ફરીથી ટિકિટની યાદીમાં સામેલ હોવાની સંભાવના નથી.

આ પણ વાંચો: સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી

સાબરકાંઠા બેઠક પર હાલમાં દીપસિંહ રાઠોડ બે ટર્મ થી સાંસદ છે. જ્યારે મહેસાણાનામાં શારદાબેન પટેલ એક ટર્મથી સાંસદ છે અને તેઓ સ્વયંજ પોતે દાવેદાર નહીં હોવાની વાત કરી હતી. જ્યારે પાટણના સાંસદ તરીકે ભરતસિંહ ડાભી અને બનાસકાંઠામાં પરબત પટેલ છે. આમ આ ચારેય સાંસદ હવે નો-રિપીટ થીયરીમાં આવી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">