સાબરકાંઠાના 17 ASI ને પ્રમોશન મળતા પાઇપિંગ સેરેમની યોજાઈ, જુઓ વીડિયો

Pipping Ceremony: સાબરકાંઠા જિલ્લાના 17 જેટલા આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પીએસઆઈ તરીકે પ્રમોશન મળતા પાઇપિંગ સેરેમની યોજવામાં આવી હતી. પ્રમોશન મેળવનારા પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પાઈપીંગ સેરેમની યોજી વધુ એક સ્ટાર તેમના યૂનિફોર્મમાં ઉમેરવામાં આવ્યા હતો. પોલીસ કર્મીઓ માટે આજે ખુશીનો દિવસ હતો કે, હવે તે કર્મચારીમાંથી અધિકારી તરીકે ફરજ બજાવશે.

| Updated on: Nov 13, 2023 | 4:51 PM

કોન્સ્ટેબલ તરીકેથી પોલીસમાં જોડાયેલા જિલ્લાના 17 પોલીસ કર્મીઓ માટે આજે સૌથી યાદગાર દિવસ છે. આ પોલીસ કર્મીઓ અત્યાર સુધી પોતાના અધિકારીઓના આદેશ મુજબ પોલીસ કામગીરી કરતા હતા અને સફળતા મેળવતા હતા. આ પોલીસ કર્મીઓ હવે અધિકારીઓની ગણનામાં સામેલ થયા છે. હવે તેઓ પોલીસ કર્મીઓને આદેશ આપીને કામ લેતા જોવા મળશે. રાજ્ય સરકારે મોડ-3 મુજબના પોલીસ કર્મીઓને પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે પ્રમોશન આપ્યા છે.

આ પણ વાંચોઃ  ખેડૂતો અને પશુપાલકોની બચતની છેતરપિંડી આચરનારો 4 વર્ષે ઝડપાયો, કંપનીનો સંચાલક દારુ વેચતો હતો

જે મુજબ સાબરકાંઠા જિલ્લાના 17 એએસઆઈને પણ પીએસઆઈ તરીકે પ્રમોશન અપાયા છે. આમ કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલ અને બાદમાં એએસઆઈ સુધી પહોંચેલા પોલીસ કર્મીઓ અત્યાર સુધી ખભા પર લાગેલા બેઝ પર એક સ્ટાર લગાવતા હતા. હવે તેઓને ખભા પર બે સ્ટાર ચમકતા હશે. આ સ્ટાર તેમના યૂનિફોર્મમાં લાગે એ માટે તેઓનુ સપનુ પુરુ થયુ છે. જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, DySP સ્મિત ગોહિલ, DySP અતુલ પટેલ અને DySP પાયલ સોમેશ્વરે પ્રમોશન મેળવનારા 17 એએસઆઈને ખભા પર વધુ એક સ્ટાર લગાવ્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">