Rain News : જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો,વાવણી પછી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. જામનગરના ચંદ્રગઢ, ખોજા બેરાજા, લોઠીયા, ચંગા, રામપર, વેરાવળ, બેરાજામાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. જામનગરના ચંદ્રગઢ, ખોજા બેરાજા, લોઠીયા, ચંગા, રામપર, વેરાવળ, બેરાજામાં વરસાદ વરસ્યો છે. ગામડાઓમાં સવારે અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી પછી વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ જામજોધપુરમાં એક ઈંચ, ધ્રોલમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગરમાં સાત મીમી અને કાલાવડમાં ત્રણ મીમી વરસાદ વરસ્યો છે.
માંગરોળમાં વરસાદી માહોલ
બીજી તરફ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેતી પાકીને વરસાદ વરસાદની જરૂરિયાત હતી. ખેતી પાકમાં સોયાબીન, મગફળી જેવા પાકની વાવણીમાં વરસાદની જરૂરિયાત હોય છે. ત્યારે આ સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં 174 તાલુકાઓમાં વરસાદ પડ્યો. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરના રાણાવાવમાં 4.37 ઈંચ વરસાદ નોંધાયો છે. લાખણીમાં 2.8 ઈંચ, અમીરગઢમાં 2.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં 2.56 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 2.4 ઈંચ વરસાદ, 10 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
