Jamnagar : જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
મેઘરાજા ફરી એક વાર અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા છે. ત્યારે જામનગરમાં ઘણા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. જામનગરના જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
મેઘરાજા ફરી એક વાર અનેક વિસ્તારોમાં મનમૂકીને વરસ્યા છે. ત્યારે જામનગરમાં ઘણા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. જામનગરના જોડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જોડિયાના કુન્નડ, લીંબુડા સહીત આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે. વરસાદની પધરામણી થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદે દસ્ક્ત આપી હતી. જામનગર શહેરમાં આજે લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. ધીમી ધારે વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ધાનેરામાં ખેતરો બેટમાં ફેરવાયા
બીજી તરફ બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ધાનેરા ગલાલપુરા રોડ પર આવેલા તમામ ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. ખેતરોમાં અને રસ્તા પર પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠામાં વરસાદની હેલીને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
