Ahmedabad: ઝાયડસ હોસ્પિટલ રોડ પર કારમાંથી 20 લાખની લૂંટ, પોલીસે CCTVના આધારે લૂંટારુઓને શોધવા કવાયત હાથ ધરી

ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) રોડ પર ઉભેલી કારમાંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થઇ ગયા હતા. જે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 7:55 AM

અમદાવાદમાં (Ahmedabad) દિવસે દિવસે લૂંટની (Robbery) ઘટનાઓ વધી રહી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ લૂંટનો બનાવ સામે આવ્યો છે. ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) રોડ પર ઉભેલી કારમાંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થઇ ગયા હતા. જે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી છે. જોકે પોલીસે ફરિયાદીના જણાવ્યા મુજબ સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ઝાયઇડસ હોસ્પિટલ રોડ પર ઓફિસ ધરાવતા અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા કમલેશ દવેની ગાડીમાંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપીઓ બાઈક પર આવ્યા હતા અને એમાંથી એક આરોપી બાઇક નીચે ઉતરીને તિક્ષ્ણ હથિયાર વડે ગાડીના કાચ તોડી દીધો હતો. બાદમાં આરોપી કારમાંથી બેગ લઈ બાઈક પર બેસી ફરાર થયો હતો.

ભોગ બનનાર કમલેશ દવે અલગ અલગ બે આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઈને થલતેજ નારાયણ કોમ્પલેક્ષમાં કે જ્યાં તેની ઓફિસ આવેલી છે ત્યાં નાસ્તો કરવા ઉતર્યા હતા. તે દરમિયાન બે લોકો બાઈક પર આવ્યા હતા અને દૂર બાઈક ઉભી રાખીને તેમાંથી એક આરોપી અપંગ હોવાનો ઢોંગ કરીને ચાલતો ચાલતો આવ્યો હતો અને કાચ તોડી તેમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો. જોકે ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરતા ફરિયાદી કમલેશ દવે કાર આગળ પહોંચે તે પહેલાં બે મિનિટના સમયગાળામાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. સમગ્ર મામલાને લઈને ફરિયાદી કમલેશ દવે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">