AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: Unique Operation: બાળકનું હૃદય ત્રણ વાર બંધ થઈ ગયુ છતા બચી ગયો બાળકનો જીવ, જાણો કેવી રીતે કરાયુ જટીલ ઓપરેશન

18 દિવસના અંતે સતત ચાલતા જીવન મરણ વચ્ચે (Life between death) ના બાળકના (Baby) યુદ્ધનો અંત આવ્યો. અને બાળકને હસતા મુખે ડિવાઇન હોસ્પિટલ (Divine Hospital) ની ટીમ દ્વારા કોઈપણ જાતની ખોડખાંપણ વિના સફળતાપૂર્વક (Successfully) રજા આપવામાં આવી .

Tauseef Malik
| Edited By: | Updated on: May 05, 2022 | 7:40 PM
Share
આ બાળક એક રાત્રે અચાનક એક ગંભીર રોગનો શિકાર થઈ ગયો, જેમાં બાળકને દૂધ પીવામાં અચાનક ખૂબ  તકલીફ પડવા લાગી, વધારે રડવા લાગ્યો, શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડવા લાગી, બાળકનું ભાન અચાનક ઓછું થઈ ગયું, અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો. અને એવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળકને મેમનગર, અમદાવાદ ખાતે આવેલી ડિવાઇન ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થ માં ખસેડવામાં આવ્યો

1 / 9
સવા મહિનાના બાળકને કે જેના માતા-પિતા વ્યવસાયે એન્જિનિયર છે અને તેઓ અમદાવાદમાં આવેલા સોલા વિસ્તારના રહેવાસી છે .

2 / 9
બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલે બાળકને ચકાસ્યું ત્યારે માલુમ પડ્યું કે, બાળકના ધબકારા અતિશય વધારે હતા. જેમાં બાળકનું હૃદય એક મિનિટમાં 300 વાર કરતાં પણ વધારે અતિ ઝડપે ધબકતું હતું. સામાન્ય રીતે આટલી ઉંમરે બાળકના ધબકારા 100 જેટલા હોવા જોઈએ જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ એકદમ ઓછું થઈ ગયું હતું. જેને કારણે બાળકના મગજ ઉપર ખૂબ જ ગંભીર અસર થઇ

3 / 9
બાળકને 6 વખત ખેંચ આવી ગઈ હતી, બાળક ના હૃદયનું પમ્પિંગ માત્ર પાંચ ટકા જેટલું હતું, બાળકના ધબકારા સતત અનિયમિત થઈ રહ્યા હતા, બાળકનું બીપી એટલું ઓછું થઈ ગયું હતું કે જેને માપવું પણ અશક્ય હતું. સાથે સાથે બાળકને ફેફસા ઉપર પણ ગંભીર અસરો થઇ હતી. બાળકમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ઘણું વધારે હતું. અને આ તકલીફને કારણે બાળકના લીવર અને કિડની જેવા મહત્વના અંગો પણ  ફેઇલ થવા આવી ગયા હતા.

4 / 9
 ડો. હાર્દિક પટેલ , ડૉ. દેવાંગ સોલંકી અને તેમની ટીમ દ્વારા આ અતિ ગંભીર એવા બાળકની જુસ્સાભેર સારવાર ચાલુ કરવામાં આવી. બાળકને તુરંત જ વેન્ટિલેટર સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો, હૃદયનું પમ્પિંગ મજબૂત કરવા માટે  4 અલગ અલગ પ્રકાર ના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા, બાળકને આવતી ખેંચો બંધ કરવા 3 અલગ અલગ પ્રકારની દવાઓ ચાલુ કરવામાં આવી, તથા બાળકના લીવર અને કીડની જેવા મહત્વના અંગો ને સપોર્ટ કરવા માટેની દવાઓ પણ ચાલુ કરવામાં આવી.

5 / 9
આ સારવાર દરમિયાન બાળકનું હૃદય ખુબ જ નાજુક પરિસ્થિતિમાં હતું. અને શરૂઆતના 48 કલાકમાં જ બાળકનું હૃદય ત્રણ ત્રણ વખત બંધ થઈ જવા છતાં પણ પંપીંગ કરીને ત્રણેય વખતે ચાલુ કરવામાં આવ્યું. આ ઉપરાંત હૃદયના ધબકારા છ છ વખત અનિયમિત થયા હતા છતાં પણ બાળકને છ છ વખત હૃદય પર કરંટ આપીને ધબકારા નિયમિત કરવામાં આવ્યા, જેને મેડિકલ ભાષામાં synchronised cardioversion કહેવાય. અને હૃદયના ધબકારા નિયમિત રાખવા માટે 4 પ્રકારના ઇન્જેક્શન સતત ચાલુ કરવામાં આવ્યા .જે આ કેસનો સૌથી મોટો ચેલેન્જિંગ પોઈન્ટ હતો .

6 / 9
સાત દિવસના સતત અને સખત મહેનત ના અંતે બાળકે ઘણી ખરી રિકવરી બતાવવા લાગી.અને શરીરના નુકસાન થયેલા અંગો ધીરે-ધીરે સારી પરિસ્થિતિ માં આવવા લાગ્યા અને બાળકને વેન્ટિલેટર ઉપર થી બહાર કાઢવામાં આવ્યો. અને ધીરે ધીરે અંગો માટેના સપોર્ટ ની દવાઓ ઓછી કરવામાં આવી.

7 / 9
છેવટે 18 દિવસના અંતે સતત ચાલતા જીવન મરણ વચ્ચે ના બાળકના યુદ્ધનો અંત આવ્યો. અને બાળકને હસતા મુખે ડિવાઇન હોસ્પિટલ ની ટીમ દ્વારા કોઈપણ જાતની ખોડખાંપણ વિના સફળતાપૂર્વક રજા આપવામાં આવી .

8 / 9
ડોક્ટર હાર્દિક પટેલ અને ડોક્ટર દેવાંગ સોલંકી ના જણાવ્યા મુજબ, આવા બાળકોના કેસ જવલ્લેજ જોવા મળે છે. અને તેમાંથી મોટાભાગના બાળકો સારવાર દરમિયાન જ મૃત્યુ પામે છે. અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટાભાગે શારીરિક અને માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે .પરંતુ આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેના બધા જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે.

9 / 9
Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video

વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના

રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક

નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા

અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ

અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video

તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે

g clip-path="url(#clip0_868_265)">