Rain News : ખેરાલુમાં ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી, જુઓ Video
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના ખેરાલુમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેરાલુમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે.
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના ખેરાલુમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેરાલુમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે. દેસાઈવાડા રોડ, મારુનડા માતાજી રોડ પર પાણી ભરાયા છે. ખોખરવાડા સંઘ રોડ, ખાડિસા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત નાનીવાડા, મલેકપુર, ગઠામણ, ખેરપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. જો કે હાલ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બનાસકાંઠામાં વરસ્યો ધોધમાર વરસાદ
બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતા તાલુકામાં આજે 4 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે અંબાજીમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે. શક્તિ પીઠ અંબાજીમાં વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે દાંતા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
