Rajkot Video : ગેમઝોન અગ્નિકાંડને લઇને મનપા તંત્ર એકશનમાં !વોર્ડ 18માં RMCની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઇને તપાસ હાથ ધરી
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગી ગયુ છે. ગુજરાતભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર એકશનમાં આવ્યુ છે. રાજકોટના 18 વોર્ડમાં RMCની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરી છે.
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળુ જાગી ગયુ છે. ગુજરાતભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર એકશનમાં આવ્યુ છે. રાજકોટના 18 વોર્ડમાં RMCની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરી છે. ફાયર સેફટી અને ફાયર NOCને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મનપાના વિવિધ વિભાગોની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. શાળા, કોલેજ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં તપાસ હાથ ધરવામાં આવે છે. પરમિશન વગરના એકમોને સીલ કરાયા છે. જો કે ગઈકાલે પણ 85 જેટલા સંકુલ સીલ કરાયા હતા.
બીજી તરફ રાજકોટ-અગ્નિકાંડને લઇને ACBની તપાસ તેજ થઇ છે. TPO સાગઠિયાની મિલ્કતની ચકાસણી હાથ ધરાઇ છે. રાજકોટ સહિત જિલ્લાના અલગ અલગ રજીસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાવાઇ છે. વિગતોને આધારે ACB તપાસ કરીને કાર્યવાહી કરશે. સાગઠિયાની મિલ્કતોની તપાસ લાંબી ચાલી શકે છે. એક મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા છે.

શૈક્ષણિક હેતુ માટેની જમીન ગરબા માટે ભાડે આપતા VNSGU આવી વિવાદમાં

રાજકોટમાં વકર્યો રોગચાળો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસ વધ્યા

રાજકોટના રાઈડ્સ સંચાલકોને હવે મળ્યુ કોંગ્રેસ નેતા લલિત વસોયાનું સમર્થન

'નસીબદાર બેટ્સમેન', 3 વખત રનઆઉટ થતા માંડ-માંડ બચ્યો !
