AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: રાજુલામાં સફાઈ કામદારોની હડતાળ બની ઉગ્ર, કામદારોએ અન્ય એજન્સીના કર્મીના છીનવ્યા સાવરણા- Video

રાજુલા પાલિકાના સફાઈ કામદારોની ત્રણ દિવસથી ચાલી રહેલી હડતાળ આજે વધુ ઉગ્ર બની હતી. કામદારોએ અન્ય એજન્સીના કામદારો સાથે ઘર્ષણ કર્યું અને કામગીરીમાં વિક્ષેપ કર્યો. આથી પોલીસે 30થી વધુ કામદારોની અટકાયત કરી છે. કામદારો 15 દિવસના વારા બંધ કરી રેગ્યુલર કામ અને 25 વર્ષથી વધુના રોજમદારોને કાયમી કરવાની માંગ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2025 | 7:15 PM
Share

અમરેલી જિલ્લાની રાજુલા પાલિકાના સફાઈ કામદારો 3 દિવસથી હડતાળ પર બેઠા છે. ત્યારે શહેરની સ્વચ્છતા જળવાય તે માટે સફાઈનો કોન્ટ્રેક્ટ લેનાર એજન્સીએ અન્ય કામદારો બોલાવી સફાઈ કરવાનો પ્રયત્ન કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. સ્થાનિક સફાઈ કામદારોએ સફાઈમાં વિક્ષેપ કરી 2 સ્થળ ઉપર કામગીરી અટકાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી. સફાઈ કામદારોના 15-15 દિવસના વારા રાખવામાં આવ્યા છે. જે બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને 25 વર્ષથી રોજમદારોને કાયમી કરવાની માગ કરાઈ છે.

તેવામાં હડતાળ પર બેઠેલા સફાઈકર્મીઓની હડતાળ અચાનક ઉગ્ર બની ગઈ હતી.,.,હડતાળ કરનાર કર્મચારીઓએ અન્ય એજન્સીના સફાઈ કરી રહેલા કર્મીઓ પાસેથી સાવરણા આંચકી લેતા વિવાદ વધુ વકર્યો હતો. સફાઈ કરનાર કર્મીઓ આસપાસ પોલીસ હતી છતાં તેમના હાથમાંથી આંદોલનકારીઓએ સાવરણા છીનવતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેવામાં કામગીરી અટકાવનાર 30થી વધુ સફાઈકર્મીઓની અટકાયત કરાઈ છે.

હાલ સમગ્ર ઘટનાને લઈ પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું કે સફાઈકર્મીઓએ 2 જગ્યાએ કામગીરીમાં વિક્ષેપ કરી માથાકૂટ કરી હતી. શહેરના લોકોમાં પણ સફાઈકામદારોની અટકાયત બાદ નારાજગી જોવા મળી રહી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

‘મિસ્ટર પીસ પ્રેસિડેન્ટ’ બનીને ફરતા ટ્રમ્પે હવે વેનેઝુએલામાં તખ્તાપલટના પ્રયાસો કર્યા તેજ, US વિરોધી માદુરો સરકારને ઉથલાવવા મોકલ્યા યુદ્ધ જહાજો

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">