‘મિસ્ટર પીસ પ્રેસિડેન્ટ’ બનીને ફરતા ટ્રમ્પે હવે વેનેઝુએલામાં તખ્તાપલટના પ્રયાસો કર્યા તેજ, US વિરોધી માદુરો સરકારને ઉથલાવવા મોકલ્યા યુદ્ધ જહાજો
વિશ્વભરમાં પોતાને શાંતિદૂત ગણાવનારા મિસ્ટર પીસ પ્રેસિડેન્ટ ટ્રમ્પના બેવડા ધોરણોની નીતિ વધુ એકવાર ઉજાગર થઈ છે. એકતરફ તો તે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની ક્રેડિટ લેવા માગે છે બીજી તરફ ખુદ વેનેઝુએલામાં યુદ્ધ જહાજો મોકલી રહ્યા છે અને સંભાવના એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ કરશે.

નોબેલ શાંતિ પુરસ્કાર માટે વિશ્વભરમાં પોતાને મિસ્ટર પીસ પ્રેસિડેન્ટ સાબિત કરવામાં લાગેલા ટ્રમ્પે દોગલાપણાની તમામ હદો પાર કરી દીધી છે. એકતરફ તેને રશિયા-યુક્રેનનું યુદ્ધ શાંત કરાવવા માટેની ક્રેડિટ લેવી છે. ભારત-પાકિસ્તાનના સંઘર્ષ સમયે પણ આ શાંતિદૂત બનીને ફરતા ટ્રમ્પે એવુ જ કર્યુ. ભારતે પાકિસ્તાનના DGMOની વિનંતિને કારણે સીઝફાયર કર્યુ જ્યારે આ મિસ્ટર શાંતિદૂત વિશ્વભરમાં એવુ જુઠાણુ ફેલાવી રહ્યા છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યુ. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ.જયશંકર સહિતના ટ્રમ્પના સીઝફાયર કરાવવાના દાવાને અનેકવાર ફગાવી ચુક્યા છે. છતા ટ્રમ્પ અત્યાર સુધીમાં 22 થી વધુ વખત ભારત પાકિસ્તાનના સીઝફાયરનું જુઠ બોલી ચુક્યા છે. હવે આ મિસ્ટર પીસ પ્રેસિડેન્ટને નવી ચાનક ચડી છે અને તેમણે વેનેઝુએલામાં અમેરિકા વિરોધી સરકારનો તખ્તાપલટ કરાવવા માટે યુદ્ધ જહાજો અને સબમરીનો રવાના કરી છે. અમેરિકા-વેનેઝુએલા વચ્ચે વાગી રહ્યા છે યુદ્ધના...
