રાજકોટ વોર્ડ-15માં ચૂંટણી જંગ તેજ! ભાજપ ઉમેદવારના ભાઈ પર ધાક-ધમકીના આરોપ સાથે કોંગ્રેસની ફરિયાદ – જુઓ Video

| Edited By: | Updated on: Apr 21, 2026 | 7:20 PM

રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના ભાઈ અને પોલીસ અધિકારી (PI) સામે લોકોને ધાક-ધમકી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય વાતાવરણ ગરમાયું છે. અહીં ભાજપ દ્વારા જીત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગંભીર આરોપો પણ સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાએ રજૂઆત કરી છે કે, ભાજપ ઉમેદવારના નિલેશ હેરભાના ભાઈ દ્વારા લોકોને ધાક-ધમકી આપવામાં આવી રહી છે.

વધુમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, રજા પર ઉતરેલા એક PI એ લોકોને ધમકાવ્યા છે અને કાયદાનો દુરુપયોગ કર્યો છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસની ફરિયાદને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને રજા પર ઉતરેલા PI ને તુરંત ફરજ પર હાજર કરી દેવામાં આવ્યા છે.

જો કે, ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાએ મૌન તોડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા દ્વારા લગાવવામાં આવેલા ધાક-ધમકીના આરોપોને તેમણે સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે.

Breaking News: ગુજરાત ATSની મોટી કાર્યવાહી ! દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા બે આરોપીને પાટણથી ઝડપ્યા

Follow Us