રાજકોટ SOG એ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો, વાંચો સમગ્ર અહેવાલ

રાજકોટ SOG એ શહેરના (Rajkot City) બાલાજી હોલ પાછળ આવેલા આવાસ ક્વાર્ટરમાંથી 1 કિલો 400 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 26, 2022 | 9:35 AM

Rajkot : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગાંજા સહિતના માદક દ્રવ્યોની હેરફેરના કિસ્સા વધતા જોવા મળી રહ્યા છે,ત્યારે પોલીસે (Rajkot Police) પણ આ કાળા કરોબારીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ SOG એ શહેરના (Rajkot City) બાલાજી હોલ પાછળ આવેલા આવાસ ક્વાર્ટરમાંથી 1 કિલો 400 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.અબ્દુલ કાદરી (Abdul Kadri)  ઉર્ફે નાનું મેતર નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી

આ અગાઉ જામનગરમાં ત્રણ બત્તી પાસે આવેલા જુલેલાલ ચોકમાંથી SOG પોલીસે દરોડો પાડી એક રીક્ષા ચાલકને ચાર કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેમાં વધુ 2 શખ્સોની સંડોવણી સામે આવી હતી. એનડીપીએસની ધારાઓ મુજબ કાર્યવાહી કરી પોલીસે મુંબઈના શખ્સ સહિતના 2 શખ્સો સુધી પહોંચવા આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મંજુર કર્યા હતા.જામનગરમાં બે કિલો હેરોઈન પકડાયા બાદ વધુ એક વખત સ્થાનિક એસઓજી પોલીસે કેફી દ્રવ્યના નેટવર્કને પકડી પાડ્યું છે. સૂત્રો અનુાસાર શહેરના રેલ્વે સ્ટેશન પાછળ આવેલી એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો ઇકબાલ ઉર્ફે લુખ્ખો મુસાભાઈ ચાવડા નામનો શખ્સ ગાંજાનું નેટવર્ક ચલાવતો હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી, જેના આધારે પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati