રાજકોટમાં નરેશ પટેલના વેવાઇના બંધ બંગલામાં થયેલી હત્યાના CCTV આવ્યા સામે, જુઓ VIDEO
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો વધી રહ્યા છે. વિદ્યાકુંજ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા થતા પોલીસમાં (Rajkot Police) દોડધામ મચી જવા પામી છે.
રાજકોટમાં(Rajkot) છેલ્લા કેટલાંક સમયથી હત્યાના બનાવો વધી રહ્યાં છે, ત્યારે અમીનમાર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. બંધ બંગલામાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા શખસે સિક્યોરિટી ગાર્ડની (Security Guard murder) હત્યા કરી નાંખી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત માલવિયાનગર અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બાદમાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. જે બંગલામાં હત્યા કરવામાં આવી છે તે બંગલો નરેશ પટેલના (Naresh Patel) વેવાઇ પ્રવીણ પટેલનો છે. તેમના ત્યાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વિષ્ણુ કૂચરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે બંગલા તેમજ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણ પટેલ હાલ વડોદરામાં રહે છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો વધી રહ્યા છે. ફરી એક વાર હત્યાની ઘટના બનતા પોલીસમાં (Rajkot Police) દોડધામ મચી જવા પામી છે. રાજકોટ શહેરના પોશ વિસ્તાર સમા અમીન માર્ગ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. અમીન માર્ગ પર આવેલા વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઇ પટેલના બંગલામાં ચોરીના ઇરાદે ઘૂસી કેટલાક શખ્સોએ પ્રવીણભાઇ પટેલના માણસ વિષ્ણુભાઇ ઘુચરની હત્યા નિપજાવી છે. હાલ સમગ્ર મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
