આવુ તો તમે ક્યાંય નહીં જોયું હોય ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.ફાર્મની એક જ પરીક્ષાના 2 અલગ અલગ પરિણામ જાહેર, જુઓ Video
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સતત વિવાદોમાં આવતી હોય છે. ત્યારે વધુ એક વાર યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. બી.ફાર્મની સેમેસ્ટર - 3ની એક જ પરીક્ષાના 2 વખત જુદાં- જુદાં પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ ઉભી થઈ છે.
ગુજરાતમાં શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે. તેનું એક ઉદાહરણ સામે આવ્યુ છે. સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.ફાર્મની સેમેસ્ટર – 3ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. એક જ પરીક્ષાના 2 ઓનલાઈન પરિણામથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે. 4 ડિસેમ્બરે પરીક્ષાના નવા ઓનલાઈન પરિણામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ નાપાસ થયા હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ ઉભી થઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 21 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પરંતુ 4 ડિસેમ્બરે આવેલા પરિણામમાં કેટલાક વિદ્યાર્થી નાપાસ થયા હોવાનું સામે આવતા અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યાં છે. બીજી વાર આ જ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું જેમાં 3 વિદ્યાર્થી નાપાસ થયા છે. જો કે પાસ થયેલા 3 વિદ્યાર્થીનું બીજી વખત પરિણામ આવતા અસમંજસ ઉત્પન્ન થઈ છે.