રાજકોટ: 1 ગ્લાસ દૂધના 150થી 200 રૂપિયા વસુલતી ડેઝર્ટ એન્ડ શેકમાં દરોડા, 20 લીટર એક્સપાયર થયેલુ મળ્યુ દૂધ- વીડિયો
રાજકોટ: પોતાના ફાયદા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની વધુ એક ઘટના રાજકોટથી સામે આવી. આરોગ્ય વિભાગે નામાંકિત એવી ડેઝર્ટ એન્ડ શેકની બ્રાંચ પર દરોડા કર્યા. જેમા તપાસ દરમિયાન 20 લીટર એક્સપાયર દૂધ મળી આવ્યુ. નામ બડે દર્શન છોટે વાળી આ બ્રાંચ તેમની પાસે આવતા ગ્રાહકો પાસેથા એક મિલ્ક શેકના 150થી 200 રૂપિયા વસુલે છે.
રાજકોટના નામાંકિત મિલ્ક શેક ડેઝર્ટની બ્રાંચ પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા કર્યા. રાજકોટના પોશ વિસ્તારમાં જેની ગણના થાય છે તેવા યાજ્ઞિક રોડ પર આવેલી ડેઝર્ટ એન્ડ શેકની બ્રાંચ પર આરોગ્ય વિભાગે દરોડા કર્યા તો 20 લીટર જેટલો દૂધનો જથ્થો એક્સપાયર થયેલો મળી આવ્યો. આરોગ્ય વિભાગની ચેકિંગ માટે આવેલી ટીમે એ તમામ દૂધનો નાશ કર્યો. આપને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ જાણીતી નામાંકિત મિલ્ક શેકની બ્રાન્ડ ગ્રાહકો પાસેથી એક મિલ્ક શેકના ગ્લાસના 150 થી 200 રૂપિયા વસુલે છે. આટલી તગડી રકમ વસુલ્યા બાદ પણ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને મિલ્ક શેકના નામે એક્સપાયર થયેલુ દૂધ પીરસવામાં આવે છે.
માત્ર આટલુ જ પ્રઝિર્વેટિવ અને પ્રિઝર્વેશન મુદ્દે પણ આ ડેઝર્ટ એન્ડ શેક્સને નોટિસ ફટકારવામા આવી છએ. આ પહેલા પણ અહીં અખાદ્ય આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ મુદ્દે ફરિયાદ ઉઠી ચુકી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે તગડા દામ વસુલ્યા બાદ પણ ખાદ્યસામગ્રીની ગુણવત્તા સાથે સમાધાન કેમ કરાઈ રહ્યુ છે? શું લોકોના આરોગ્યની કોઈ કિંમત જ નથી?
આ પણ વાંચો: ગીર સોમનાથના તાલાલામાં વ્યાજખોરોના ત્રાસથી નિવૃત વનકર્મીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં થયો ખૂલાસો- વીડિયો
માત્ર ડેઝર્ડ એન્ડ શેક્સમાં જ નહીં દૂધની ગુણવત્તા મુદ્દે રાજકોટ મનપાએ અનેક ટી સ્ટોલમાં પણ તપાસ હાથ ધરી હતી. જેમાં કાલાવાડ રોડ પર આવેલ નકલંગ ટી સ્ટોલ અને રેસકોર્સ રીંગરોડ પર આવેલ એસ.વી. એન્ટરપ્રાઈઝમાંથી ચાના સેમ્પલ લેવાયા છે. અને તેને લેબમાં તપાસ માટે મોકલાયા છે. લેબ રિપોર્ટ બાદ જ એ ખ્યાલ આવશે કે બન્ને સ્થળ પરની ચામાં શું-શું ઉમેરાતું હતું અને તેની ગુણવત્તા કેવી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
