રાજકોટમાં લાભ પાંચમ બાદ ફરી માર્કેટિંગ યાર્ડ શરૂ, કપાસના ભાવ ઓછા મળતાં ખેડૂતો નારાજ
હાલ કપાસના ભાવ 1400 રૂપિયાની આસપાસ ખેડૂતોને મળી રહ્યા છે. જો કે, ગત વર્ષ રૂ.1800થી વધુ કપાસના ભાવ મળ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, ગયા વર્ષ કરતા દવા, બિયારણ, ખાતર મજૂરી સહિતના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેની સામે ભાવ ઓછા મળી રહ્યા છે. તેથી ખેડૂતોને આર્થિક મુશ્કેલી પડી રહી છે.
રાજકોટમાં લાભ પાંચમ બાદ ફરી માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની આવક શરૂ થઇ છે. જો કે, અહીં પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે. ગયા વર્ષની સરખામણીએ કપાસના ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે.
આ પણ વાંચો રાજકોટ મનપા અને પોલીસ આમને-સામને, સરકારી કાર્યક્રમમાં જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા વિવાદ

Latest Videos