Rajkot News : રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, ફિટનેસ સહિતના સર્ટિના આધારે લોકમેળામાં રાઈડ્સ શરૂ થવાની સંભાવના, જુઓ Video
રાજકોટ-જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર આવી રહ્યો છે. લોકમેળામાં રાઇડ્સ શરૂ થાય તેવી આશાઓ વધી છે. વહિવટી તંત્ર દ્રારા રાઇડ્સની ફિટીંગ કરવાની પરવાનગી આપી છે.ગઈકાલે સાંજે વહિવટી તંત્રએ રાઇડ્સ ફીટ કરવાની પરવાનગી આપી છે.
રાજકોટ-જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર આવી રહ્યો છે. લોકમેળામાં રાઇડ્સ શરૂ થાય તેવી આશાઓ વધી છે. વહિવટી તંત્ર દ્રારા રાઇડ્સની ફિટીંગ કરવાની પરવાનગી આપી છે.ગઈકાલે સાંજે વહિવટી તંત્રએ રાઇડ્સ ફીટ કરવાની પરવાનગી આપી છે. કારીગરો દ્વારા ફિટીંગની કામગીરી કરવા લાગ્યા છે. આજે સવાર સુધીમાં રાઇડ્સના ફિટનેસ સહિતના સર્ટિફિકેટ રજૂ કરીને મેળો શરૂ થાય તેવી શક્યતા છે.
રાઈડ્સ વગર જ મેળાનો થયો હતો પ્રારંભ
રાજકોટમાં જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રધાન રાઘવજી પટેલે લોકમેળોને ખુલ્લો મુક્યો છે. રાજકોટમાં પ્રથમ વખત રાઇડ્સ વગર મેળાનો પ્રારંભ થયો હતો. રાઇડ્સ ન હોવા અંગે રાઘવજી પટેલનું નિવેદન આપતા કહ્યું હતુ કે અન્ય શહેરોમાં જે રીતે મંજૂરી અપાઇ છે તેનો અભ્યાસ કરાશે તેવી કીધુ હતુ. પૂર્વ CM વિજય રૂપાણીએ રાઇડ્સ વગરના મેળાને ફિક્કો ગણાવ્યો હતો. SOPના પાલન સાથે વ્યવહારૂ ઉકેલ જરૂરી છે તેવુ જણાવ્યુ હતુ. પરંતુ રાજકોટમાં તંત્રએ મેળાના ગ્રાઉન્ડમાં રાઇડ્સ ફિટીંગની મંજૂરી આપી છે. જેના પગલે ગ્રાઉન્ડમાં રાઇડ્સ ફિટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.