રાજકોટ: ધોરાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની મબલખ આવક, ભાવ ગયા તળિયે, ખેડૂતોની બેઠી માઠી દશા
રાજકોટ: ધોરાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની મબલક આવક થઈ છે પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. શાકભાજીના ભાવમાં 50 ટકાનો ઘટાડો થતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.
શાકભાજીના પાકની કરીએ તો ધોરાજી પંથકમાં ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. પહેલા માવઠાનો માર અને હવે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ તળિયે બેસી ગયા છે. જેનો ફાયદો ગ્રાહકોને તો મળશે પરંતુ ખેડૂતોને જીવન નિર્વાહ પૂરતા રૂપિયા પણ મળી રહ્યાં નથી. ખેડૂતો માર્કેટમાં શાકભાજી વેચવા આવે ત્યારે ભાવ ન મળતા ઘાટ કરતા ઘડામણ મોંઘા જેવી સ્થિતિ થઈ છે.
હાલ ધોરાજી માર્કેટમાં વિવિધ શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. જેને કારણે મફતના ભાવે શાકભાજી વેચાઈ રહી છે. શિયાળાની સિઝનમાં શાકભાજીનું વધુ ઉત્પાદન થવાને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. આગામી સમયમાં શાકભાજીના હજી પણ ભાવ ઘટે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: અમરેલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ધારાસભ્યે જાહેર મંચ પરથી અધિકારીઓનો લીધો ઉધડો- વીડિયો
શાકભાજીના ભાવની વાત કરીએ તો રીંગણા, ગુવાર, તુરીયા, કોથમીર, મેથી, ટમેટા, કોબીજ, મરચા, લીંબુ, વટાણા સહિતના શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. રીંગણા અને ટામેટા પહેલા 50થી 60 રૂપિયે કિલો વેચાતા હતા. જે અત્યારે 15થી 20 રૂપિયાના ભાવે મળી રહ્યાં છે. તો વટાણા પહેલા 50થી 60માં વેચાતા હતા તે હવે ઘટીને 20થી 30 રૂપિયા થઈ ગયા છે. જ્યારે કોબીજ 8 રૂપિયે કિલો મળી રહી છે. પ્રતિ કિલો લીંબુના ભાવ 80 રૂપિયાથી ઘટીને 25થી 30 થઈ ગયા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
