અમરેલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ધારાસભ્યે જાહેર મંચ પરથી અધિકારીઓનો લીધો ઉધડો- વીડિયો

અમરેલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ધારાસભ્યે જાહેર મંચ પરથી અધિકારીઓનો લીધો ઉધડો- વીડિયો

| Updated on: Dec 08, 2023 | 11:22 PM

અમરેલી: સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં યોજાયેલી સંકલ્પ યાત્રા દરમિયાન સ્થાનિકોની પાંખી હાજરીથી ધારાસભ્ય મહેશ કસવાળા અકળાયા અને જાહેર મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો. કસવાળાએ સામાન્ય લોકોને યાત્રા સાથે જોડવા અધિકારીઓને સૂચના આપી.

અમરેલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્થાનિકોની ગેરહાજરીથી ધારાસભ્ય ઉકળી ઉઠ્યા હતા. વાત જાણે એમ છે કે સાવરકુંડલા લિલિયા વિધાનસભામાં સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જેમા સ્થાનિકોની પાંખી હાજરીથી ધારાસભ્ય મહેશ કસવાળા અકળાયા હતા. આથી તેમણે જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લઈ લીધો. કસવાળાએ સામાન્ય લોકોને યાત્રા સાથે જોડવા અધિકારીઓને સૂચના આપી. કસવાળાએ જણાવ્યુ કે સરકારી માણસોના આધારે આવા કાર્યક્રમ નથી કરવાના. આવી રીતે કાર્યક્રમ કરવાના હોય તો બંધ કરી દો, હું રાજ્ય સરકારમાં જવાબ આપી દઈશ.

કસવાળાએ જાહેર મંચ પરથી અધિકારીઓનો લીધો ઉધડો

મહેશ કસવાળાએ જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉદ્દેશીને પૂછ્યુ, “અહીં શિક્ષકો કેટલા છે જરા ઉંચી આંગળી કરો તો હાજર? હોસ્પિટલનો સ્ટાફ કેટલો આરોગ્ય સાથે સંકળાયેલા? આંગણવાડી સાથે સંકળાયેલા? અન્ય બધા સરકારી કર્મચારીઓ કેટલા છે? આમંત્રિત જે લોકો છે તેમાંથી કેટલા? જેટલા આમંત્રિત હોય એટલા જ ઉંચી આંગળી કરજો. સરકારી કર્મચારીઓને આધારે આ કાર્યક્રમ માત્ર કરવાનો છે એવું અમારા મનમાં છે જ નહીં, સરકારના મનમાં. એટલે મારો ઠપકો સમજો તો ઠપકો. કરૂણતા સમજો તો કરૂણતા. જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને બંધ રાખજો અહીંથી.”

આ પણ વાંચો : અમરેલી: બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, ખેડૂતોને ઓછા ભાવ મળતા નિરાશા- વીડિયો 

ધારાસભ્ય આટલેથી ન અટક્તા ઉમેર્યુ “જે ગામડા રૂટમાં છે તેની આગળના દિવસે આખા ગામની અંદર ઢોલ વગાડીને કહેવાઈ જાય અને પબ્લિક ત્યાં બધી ભેગી કરવાની હોય અને તેમને લાભ આપવાના હોય તો જ આ યાત્રા કરવાની છે નહીંતર હું રાજ્ય સરકારમાં જવાબ આપવા માટે મારી જવાબદારી છે હું આપી દઈશ, મારે લીલીયા તાલુકામાં જરૂર નથી.”

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">