રાજકોટમાં પીજીવીસીએલની ઓફિસે કિસાન સંઘનું હલ્લાબોલ, ખેડૂતોને પુરતી વીજળી આપવા રજૂઆત

રાજકોટમાં કિસાન સંઘે 8 દિવસની અંદર ખેડૂતો માટે કોઈ નક્કર પગલા નહીં ભરાય તો PGVCLના દરેક ઓફિસમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટમાં(Rajkot)ભારતીય કિસાન સંઘના(Bhariya Kisan Sangh)પ્રતિનિધિઓએ PGVCLના રાજકોટ ઓફિસે દેખાવો કર્યા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારની વાડીમાં ખેડૂતોને મુશ્કેલી થઇ રહી હોવાથી વીજકાપ ન કરવાની માંગણી પણ કરવામાં આવી. કિસાન સંઘે 8 દિવસની અંદર ખેડૂતો માટે કોઈ નક્કર પગલા નહીં ભરાય તો PGVCLના દરેક ઓફિસમાં તાળા મારવાની ચીમકી ઉચ્ચારી હતી.

જો કે બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના બેહ ગામના ખેડૂતોને છેલ્લા 10 દિવસથી પૂરતા પ્રમાણમાં વીજપુરવઠો નથી મળી રહ્યો.આથી તંત્રને ઢંઢોળવા તેમણે ઢોલ શરણાઈ લઈ રાસ રમી ખંભાળીયા PGVCLની કચેરીમાં વિરોધ દર્શાવ્યો.ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળતાં અનેક મુશ્કેલી સર્જાઈ રહી છે..

ખેડૂતોની રજૂઆતોને પગલે તંત્ર સળવળ્યું છે.ખેડૂતોના પ્રશ્નોના ઉકેલની બાંહેધરી આપતા અધિકારી કહે છે કે તેમને પૂરતો વીજપૂરવઠો મળી રહે તે માટે પ્રયાસ કરાશે. જો કે હૈયાધારણા અને આશ્વાસન અલગ વાત છે અને ખરેખર ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તે અલગ વાત છે.ત્યારે આશા રાખીએ કે જગતના તાતની વાત સાંભળવામાં આવે જેથી તેમની સમસ્યા ઓછી થાય.

આ ઉપરાંત અમરેલીના લીલીયામાં વીજળી ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે વીજ કચેરી પહોંચી હંગામો મચાવ્યો હતો. ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ અનિયમિત વીજળી મુદ્દે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટનું આકરું વલણ, જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા આદેશ

આ પણ વાંચો :  રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના ફરી એકવાર તીખા તેવર, વીડિયો કોંફરન્સમાં 5 કલેકટરને ઉધડા લીધા

 

Click on your DTH Provider to Add TV9 Gujarati