રાજકોટના ધોરાજીમાં રસ્તાની બિસ્માર હાલત, વાહન ચાલકો હેરાન પરેશાન

રાજકોટના ધોરાજીમાં ખરાબ રસ્તાને પગલે ધૂળ, કાંકરીઓ ઉડતા લોકોને હાલાકી થઈ રહી છે. ધોરાજી નગરપાલિકાનું તંત્ર રસ્તાઓનું સમારકામ કરવામાં ઉણુ ઉતર્યુ હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

રાજકોટના(Rajkot)ધોરાજીમાં (Dhoraji) ભારે વરસાદ બાદ રસ્તાઓ(Road)પર ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે. જેમાં જેતપુર રોડ હોય જૂનાગઢ રોડ કે ઉપલેટા રોડ પર ચારે તરફ મસમોટા ખાડા(Pathhole)પડ્યા છે. જેના લીધે વાહન ચાલકો ખાડામાં પટકાઈને પરેશાન થઈ રહ્યાં છે. જેમાં ક્યાંક નાના અકસ્માત પણ સર્જાય છે. તેમજ ખરાબ રસ્તાને પગલે ધૂળ, કાંકરીઓ ઉડતા લોકોને હાલાકી થઈ રહી છે. ધોરાજી નગરપાલિકાનું તંત્ર રસ્તાઓનું સમારકામ કરવામાં ઉણુ ઉતર્યુ હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

જો કે રાજયમાં આ વખતે ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે દિવસો સુધી રોડ પર પાણી ભરાયેલા રહ્યા હતા. તેમજ અનેક રોડ તો પાણી ઉતર્યા બાદ જોવા જ મળ્યા ન હતા. જો કે ચોમાસા બાદ પણ તંત્ર દ્વારા રોડના સમારકામ અંગે ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના પગલે અનેક રોડની હાલત કાચા રસ્તા જેવી જ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસા દરમ્યાન શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બિસ્માર થયેલા રસ્તાઓના સમારકામની કામગીરી હજુ પણ ચાલુ છે. આ અંગે જણાવતા કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રી તેમજ આ વિભાગના મંત્રી પુર્ણશ મોદી સહિત રાજય કક્ષાના મંત્રીઓ સતત તેની ચિંતા કરી રહ્યા છે. તેમજ તેના પર હાલ કામગીરી ચાલુ છે જયારે આ તમામ રોડના સમારકામની કામગીરી દિવાળી પૂર્વે પુર્ણ કરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાકેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ 11 ઑક્ટોબરના રોજ જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસા બાદ બિસ્માર થયેલા રોડનેરીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં અત્યારે 90 ટકા રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક શહેરોમાં કામ પૂર્ણ થયા છે. તેમજ જયા બાકી છે ત્યાં થોડા દિવસોમાં આ કામ પૂર્ણ થશે.

આ પણ વાંચો :  રાજકોટમાં પીજીવીસીએલની ઓફિસે કિસાન સંઘનું હલ્લાબોલ, ખેડૂતોને પુરતી વીજળી આપવા રજૂઆત

આ પણ વાંચો : ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે સમિતિની રચના, 15 દિવસમાં અહેવાલ રજૂ કરશે

Click on your DTH Provider to Add TV9 Gujarati