AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : વીરપુર મંદિર જન્માષ્ટમીના પર્વ પર બંધ રાખવાનો નિર્ણય, 6 દિવસ મંદિર બંધ રહેશે

Rajkot : વીરપુર મંદિર જન્માષ્ટમીના પર્વ પર બંધ રાખવાનો નિર્ણય, 6 દિવસ મંદિર બંધ રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 11:34 AM
Share

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યા પણ દર્શનાર્થીઓ માટે 21 માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી

Rajkot : પ્રસિદ્ધ વીરપુર મંદિર જન્માષ્ટમીના તહેવાર પર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 6 દિવસ માટે મંદિર બંધ રહેશે. 2 ઓગસ્ટથી ભક્તો રાબેતા મુજબ જલારામ બાપાના દર્શન કરી શકશે. જન્માષ્ટમી દરમિયાન દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેના કારણે મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ થઈ જાય છે. અને ભીડમાં કોરોના સંક્રમણ વધવાનો ખતરો રહેલો હોવાથી મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સવા વર્ષથી બંધ યાત્રાધામ જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર આજે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાયો

નોંધનીય છેકે કોરોના મહામારીને લઈને 21 માર્ચ 2020 થી સમગ્ર ભારતભરના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાની જગ્યા પણ દર્શનાર્થીઓ માટે 21 માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી.

બાદમાં કોરોના વાયરસ ઓછો થતા શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી. પરંતુ દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો બંધ હતો,જગ્યાના સાઈડના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલ્લો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા પૂજ્ય જલારામબાપાના ભક્તો પૂજ્ય બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Published on: Aug 23, 2021 11:33 AM
g clip-path="url(#clip0_868_265)">