રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ, શુક્રવારે મત ગણતરી

રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 425 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હતું. જેની શુક્રવારે સવારે 9 વાગ્યેથી મતગણતરી થશે

રાજકોટના(Rajkot)ધોરાજી(Dhoraji)APMCની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. જેમાં ખેડૂતોની 10 બેઠકો માટે કુલ 11 ઉમેદવારો મેદાને હતા.તો અગાઉ વેપારી વિભાગની કુલ ચાર બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 425 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હતું. મતદાન માટે મતદારોની કતારો લાગી હતી. ત્યારે શુક્રવારે સવારે 9 વાગ્યેથી મતગણતરી થશે અને ખેડૂત પેનલમાં વિજેતા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 6 ઓકટોબરના રોજ જાહેર થયેલા રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. બેડી યાર્ડની મતગણતરીમાં કુલ 14 બેઠકો પૈકી 13 બેઠક પર ભાજપની પેનલનો વિજય થયો છે.બે બેઠક બિનહરીફ થઇ છે જેથી બેડી માર્કેટીંગ યાર્ડમાં ભાજપે 15-1 ની સરસાઇ મેળવી છે.જ્યારે સામાપક્ષે ભારતીય કિસાન સંઘનો કારમો પરાજય થયો છે.આ ચૂંટણીમાં એકમાત્ર કોંગ્રેસ પ્રરિત વેપારી પેનલના અતુલ કામાણીનો વિજય થયો છે.જયેશ રાદડિયાએ આ જીતને સહકારી જુથના ખેડાણનું પરિણામ ગણાવ્યું છે.

આ અંગે જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે સહકારી ક્ષેત્રે મારા પિતા વિઠ્ઠલભાઇ રાદડિયાનું યોગદાન છે.છેલ્લા 30 વર્ષથી અમે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ અને ક્યારેય હારનો સામનો કરવો નથી પડ્યો.સહકારી ક્ષેત્રે ખેડૂતો અમારા પર ભરોસો કરે છે અને તેના કારણે જ સહકારી ક્ષેત્રે સફળતા મળે છે.મંત્રી બન્યા બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળતા જયેશ રાદડિયાનું રાજકીય કદ વધ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી

આ પણ  વાંચો : સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના રેકોર્ડમાં ગડબડ ચિંતાનો વિષય: ગુજરાત હાઈકોર્ટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati