રાજકોટ: E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત, જૂન મહિનાના જથ્થાને લઈને વિવાદ – જુઓ Video
રાજકોટમાં E-KYC ન થતાં અનેક રાશનકાર્ડ ધારકો જૂન મહિનાના અનાજના જથ્થાથી વંચિત રહ્યાં છે, જેના કારણે વેપારીઓ અને દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
રાજકોટમાં E-KYC ન થતાં અનેક રાશનકાર્ડ ધારકો જૂન મહિનાના અનાજના જથ્થાથી વંચિત રહ્યાં છે, જેના કારણે વેપારીઓ અને દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેમાં એક અંદાજ મુજબ, E-KYC ન કરેલા અંદાજે 30 ટકા લાભાર્થીઓને જથ્થો મળ્યો નથી.
બીજી તરફ, E-KYC થયેલા લાભાર્થીઓને જ અનાજ મળતા ઘણાં વેપારીઓ પાસે હવે જથ્થો જોવે તેટલો રહ્યો નથી, આ મુદ્દે દુકાનદારો વચ્ચે તણાવ અને વિવાદની પરિસ્થિતિ સર્જાઈ છે. સસ્તા અનાજ દુકાનદારોની એસોસિએશનના પ્રમુખે પણ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક સરકાર દ્વારા જૂન મહિનાનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.
તેમના મતે, E-KYCની પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા વ્યવસ્થિત સંકલન થવું જોઈએ અને તાત્કાલિક રીતે વેપારીઓને જથ્થો ફાળવવો જોઈએ જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
