Rain News : ગુજરાતના 29થી વધારે તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29થી વધારે તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29થી વધારે તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વિસાવદરમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે. કોટડાસંગાણીમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના કુકાવાવમાં 1.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગોંડલમાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે. કુલ 9 સ્થળોએ 1 થી વધુ ઈંચ વરસાદ પડ્યો છે.
ભરુચમાં ખાબક્યો ભારે વરસાદ
આજે વહેલી સવારથી જ ભરુચમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ભરૂચમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 1.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઝઘડિયામાં 1.26 ઈંચ, હાંસોલમાં 1.18 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે સવારથી ભરૂચ જિલ્લાના 22 સ્થળોએ વરસાદ ખાબક્યો છે.
ભાવનગરમાં વરસ્યો મૂશળધાર વરસાદ
બીજી તરફ ભાવનગરના જેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. બિલા, કોબાડીયા, છાપરીયાળી, તાતણીયા, માતલપરમાં વરસાદ વરસ્યો છે. દેપલા, આયાવેજ, બેડા, ડુંગરપર પણ વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.