Rain News : છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સરસ્વતી તાલુકામાં નોંધાયો, જુઓ Video
રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ
આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ અને જાંબુઘોડામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ વઘઈ, વાલિયા, પારડી અને પાટણ તાલુકાઓમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જો કે 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન છે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે હાલ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાના પગલે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.