AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને તાપમાનમાં વધારો થવાની શક્યતા, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને તાપમાનમાં વધારો થવાની શક્યતા, જુઓ Video

| Updated on: Sep 12, 2025 | 8:00 AM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે. 17 સપ્ટેમ્બર સુધી રાજ્યાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે. 17 સપ્ટેમ્બર સુધી રાજ્યાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.જ્યારે કે, 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ભારે વરસાદની શક્યતા ઘટતા દરિયાકાંઠા પરનું સિગ્નલ પણ હટાવી લેવાયું છે.

તો હાલ માછીમારો માટે કોઈપણ પ્રકારની ચેતવણી જાહેર નથી કરાઈ. જ્યારે બીજી તરફ વરસાદ બંધ થતાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીના વધારાની પણ શક્યતા સેવાઈ રહી છે. ભેજને લીધે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળી શકે છે.

ગુજરાતમાં કેટલું રહેશે તાપમાન

બીજી તરફ અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જુનાગઢ, મહીસાગર, ખેડા, પાટણ, મહેસાણા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ત્યારે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 31 મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">