આજનું હવામાન : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી સાથે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા પાંચ દિવસ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 17 મે બાદ રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ગરમીનો નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ 25 મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

