Rain Video: ગીરસોમનાથમાં તાલાલા-વેરાવળ પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર વહી નદીઓ

ગીર સોમનાથના તાલાલા- વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે. વેરાવળના માથાસુરીયા, લુંભા અને કોડીધ્રા ગામે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીપાણી થતા રસ્તા પરથી પાણીની નદીઓ વહેતી થઈ છે.

| Updated on: Jun 27, 2024 | 2:06 PM

ગીરસોમનાથ જિલ્લામાં માં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે અને તેમનુ હેત વરસાવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી જિલ્લાના અનેક તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમા ધામલેજ, રાખેજ, કણજોતર, સિંગસરમાં વરસાદ પડી રહ્યો છે. દરિયાકાંઠઆના ગામોમાં વરસાદ શરૂ થતા ગામલોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તરફ તાલાલા અને વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે. વેરાવળના માથાસુરીયા, લુંભા અનો કોડીધ્રા ગામે વરસાદ પડ્યો છે આંબળાસ ગામના રસ્તાઓ પાણી પાણી થયા છે. માથાસુરિયા ગામે વોકળામાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો છે.

કાચા સોના સમાન વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ

ઉના તાલુકામાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાચા સોના સમાન વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગત રોજ ઉના અને ગીર ગઢડા તાલુકામાં ચોમાસાની સીઝનનો અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો. 4 થી 5 ઈંચ સારો વરસાદ પડે તો વાવણી થઈ શકશે તેવુ ખેડૂતોનુ કહેવુ છે. ત્યારે ગઈકાલ રાતથી શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોને વાવણીની આશા બંધાઈ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">