Rain News : વહેલી સવારથી દાહોદમાં વરસાદી માહોલ, રસ્તા પર વહેતા થયા પાણી, જુઓ Video
ગુજરાતના અલગ - અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે.
ગુજરાતના અલગ – અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.54 ઈંચ વરસાદ વરસ્યો છે.
ઉલ્લેખનીય છે કે નવસારીમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતના મહુવામાં 2.20 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના ગણદેવીમાં 2.13 ઈંચ અને તાપીના વલોડમાં 2.01 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતના 11 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
