Gujarat Rain: સાબરકાંઠાના વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને પોશીના વિસ્તારમાં વિરામ બાદ વરસાદી વાતાવરણ ફરીથી જામ્યુ છે. મંગળવારે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળો ઘેરાયા હતા. જિલ્લાના ઉપરવાસ ગણાતા વિસ્તારોના આ તાલુકામાં વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી
પોશીનામાં એક જ કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વિજયનગર અને પોશીના બંને તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. વિસ્તારમાં આવેલા રાજસ્થાન સરહદ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ વિસ્તારમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. વિસ્તારમાં ભારે બફારાબાદ વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી. આ સાથે જ વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈમાં રાહત સર્જાઈ હતી. આ વિસ્તારોમાં વરસાદ સારો નોંધાય તો તેનો સીધો ફાયદો ધરોઈ બંધમાં જોવા મળતો હોય છે. ધરોઈમાં પાણીની આવકમાં વધારો આ વિસ્તારમાં વરસાદ સાથે નોંધાતો હોય છે.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો