Rain News : વલસાડમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ, ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વલસાડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. વલસાડના MG રોડ, છીપવાડ હનુમાન મંદિર, દાણા બજારમાં પાણી ભરાયા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વલસાડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. વલસાડના MG રોડ, છીપવાડ હનુમાન મંદિર, દાણા બજારમાં પાણી ભરાયા છે. વહેલી સવારથી વરસાદના કારણે પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે.
ઉલ્લેખનીય છે કે વરસાદના વિરામ બાદ ફરી એક વાર મેઘરાજા મન મુકીને વલસાડ પંથકમાં વરસી રહ્યાં છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. જેના કારણે 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનો દાવો છે કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. આ જ સિસ્ટમ 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો