PM મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી શરૂ, વિવિધ સેવાકીય પ્રવૃત્તિના લોકોને મળશે લાભ, જુઓ Video
PMનો જન્મદિવસ, સેવા પખવાડિયા તરીકે ઉજવાશે. ગુજરાત ભાજપ સેવાકિય પ્રવૃત્તિથી આ સમગ્ર ઉજવણી કરશે. દરેક જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાશે. 19થી 22 સપ્ટેમ્બરે આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજાશે. જન્મદિવસની ઉજવણી સાથે ગુજરાત ભાજપ સેવાની સુવાસ ફેલાવશે. આ સાથે ભાજપના કાર્યકરો જનસંપર્ક કરી લોકોના પ્રશ્નો સાંભળશે.
આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. દેશની સાથે ગુજરાત ભાજપે પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી શરૂ કરી છે. ગુજરાત ભાજપ સેવાકિય પ્રવૃત્તિ કરીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવશે. 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટબર સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલે કહ્યું કે 18 સપ્ટેમ્બરે દરેક જિલ્લામાં રક્તદાન શિબિર યોજાશે.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, 16 થી 18 સપ્ટેમ્બરે સુધી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પડશે મધ્યમ વરસાદ
તો જનતાને આયુષ્માન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે 19થી 22 સપ્ટેમ્બર દરમિયાન કેમ્પ યોજાશે તેમજ 25 સપ્ટેમ્બરે પંડિત દિનદિયાલની જન્મજયંતિ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમ યોજાશે. તો 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ઘરેઘરે જઈને લોકસંપર્ક કરીને લોકોના પ્રશ્નો સાંભળીને તેના સમાધાન માટે પ્રયાસ કરશે. આમ સતત 15 દિવસ સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને વડાપ્રધાન મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ગુજરાત ભાજપ ઉજવશે.