AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ગજરાજને નિર્દયતાથી માર મારનાર મહાવત સામે પોલીસ ફરિયાદ, જુઓ Video

Ahmedabad : ગજરાજને નિર્દયતાથી માર મારનાર મહાવત સામે પોલીસ ફરિયાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2025 | 12:04 PM

અમદાવાદની 148મી રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ બનતા અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા.સદનસીબે રથયાત્રા દરમિયાન મોટી જાનહાનિ થતા અટકી હતી. આ ઘટનાક્રમ વચ્ચે અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

આ વીડિયો રથયાત્રા બાદનો છે કે તે પહેલાનો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. 43 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં મહાવત લાકડીના 19 ફટકા મારતો જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે ઘટનામાં જાનવર કોણ માનવી કે ગજરાજ ?

મહાવતે ગજરાજને માર માર્યો

તો હાથીને માર મારતા વાયરલ વીડિયો મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી થઇ છે. અરજી કરનાર ભગવા સેનાના શહેર મંત્રી છે. અરજીમાં વાયરલ વીડિયોની ખરાઇ કરીને હાથીને માર મારનાર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરાઇ છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">