PM મોદી ગુજરાતમાં પૂરની સ્થિતિ અંગે મેળવી રહ્યા છે સતત જાણકારી, મુખ્યમંત્રી સાથે કરી વાત, સહયોગની આપી ખાતરી, જુઓ Video
ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. વડાપ્રધાન પોતે ગુજરાતની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વડાપ્રધાને સતત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સહાય કામો અંગેની વિગતો મેળવી છે.

આજે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી. ગુજરાતમાં પૂરની સ્થિતિ અંગે PM નરેન્દ્ર મોદીએ જાણકારી મેળવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ મુકીને આ અંગેની જાણકારી આપી. ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સહાયને લઇને આસ્વસ્થ કરવામાં આવ્યા.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી…
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 29, 2024
વડોદરામાં વિશ્વામિતિરી નદીના કારણે થયેલી પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.વડાપ્રધાને રાજ્ય સરકારના એક્શન પ્લાન અંગેની વિગતો પણ મેળવી હતી.તેની સાથે જે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોય અને આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવામાં આવે તે અંગેની મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા તમામ પ્રકારનો સહયોગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યુ હતુ.જનજીવન ઝડપથી પૂર્વવ્રત થાય તે અંગે વડાપ્રધાન મેદીએ માર્ગદર્શન આપ્યુ હતુ.