પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સીએમની શપથવિધિ કાર્યક્રમમાં આપશે હાજરી
પીએમ મોદી આજે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેવો આવતીકાલની શપથવિધિમાં હાજરી આપશે. પીએમ મોદી એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ભાજપે 156 બેઠક જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. તેમજ ભાજપના મોવડીમંડળે નવા સીએમ તરીકે એક વાર ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી છે. જેના પગલે સોમવારે બપોરે બે કલાકે ગાંધીનગર હેલીપેડ ખાતે તેમનો શપથવિધિ કાર્યક્રમ યોજવવાનો છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. તેમજ આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલના સીએમ તરીકેના શપથની સાથે 24 સભ્યોનું મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.
જેના પગલે પીએમ મોદી આજે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેવો આવતીકાલની શપથવિધિમાં હાજરી આપશે. પીએમ મોદી એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતું. જ્યારે હર્ષ સંઘવી પણ એરપોર્ટ પર હાજર હતા. તેમજ અમદાવાદમાં ભાજપના જીતેલા ઉમેદવારો એરપોર્ટ પર હાજર હતા. તેમજ મોડી રાત્રે પ્રધાનમંડળની યાદીને મહોર લાગશે. તેમજ મહોર લાગ્યા બાદ યાદીમાં સામેલ ધારાસભ્યોને ફોન કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ

લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના લોકો ઘુસી જતા બબાલ !

હજીરા-પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

જાહેરમાં યુરિનલ કરતા લોકોની ખેર નહીં ! જાહેરમાં લગાવાશે બેનર પર ફોટો
