Breaking News : પ્લેન ક્રેશની ઘટનામાં એક માત્ર જીવિત મુસાફર વિશ્વાસ કુમારને હોસ્પિટલમાંથી અપાયુ ડિસ્ચાર્જ, જુઓ Video
અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસકુમારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડિસ્ચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે વિશ્વાસકુમારની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ વિશ્વાસ કુમારની પુછપરછને ઔપચારિક ગણાવી છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસકુમારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડિસ્ચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે વિશ્વાસકુમારની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ વિશ્વાસ કુમારની પુછપરછને ઔપચારિક ગણાવી છે. વિશ્વાસકુમારે પ્લેનમાં બેસવાથી લઈને ક્રેશ સુધીના સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યું છે. તેમણે પ્લેનમાં ઉડાણ પહેલા કોઈ ખામી હોય તેવું લાગ્યું હોવાની વાત પણ કરી છે. હાલ તેઓ પોતાના વતન દીવમાં છે. પ્લેન ક્રેશની ઘટનામાં વિશ્વાસ કુમારના નિવેદન તપાસ એજન્સીઓ માટે ખૂબ મહત્વનું બની રહેશે.
શું હતી સમગ્ર ઘટના ?
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પર અથડાયું હતુ.
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ તુટી પડેલા વિમાન અંગેના વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.