ખેલૈયાઓ આનંદો ! હવે નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશો ગરબા, ગુજરાત સરકારની મોટી જાહેરાત

નવરાત્રીને લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ગરબા રમવાને લઈને મોટો નિર્ણય લીધો છે. ખેલૈયાઓ હવે મહાનગરોમાં મોડી રાત સુધી ગરબા રમી શકશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 28, 2024 | 4:15 PM

નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રીને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રીને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.

નવરાત્રીમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે

નવરાત્રીને લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ગરબા રમવાને લઈને મોટો નિર્ણય લીધો છે. ખેલૈયાઓ હવે મહાનગરોમાં મોડી રાત સુધી ગરબા રમી શકશે. સાથે ધંધાર્થીઓ પણ આ દરમિયાન પોતાનો ધંધો ચાલુ રાખી શકશે. આયોજકોને પણ નિયમો અનુસરવા નિર્દેશવા હર્ષ સંઘવી જણાવ્યું છે. સાથે ગરબાની મજા સાથે નિયમોનું પણ પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.

 હર્ષ સંઘવની મોટી જાહેરાત

નવરાત્રીને લઈને લઈને ગુજરાતભરમાં તાડમારથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રીનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">