પાટણ: સિદ્ધપુરમાં ચાલતા કાર્તિકી મેળામાં ચાલુ રાઈડ્સનો ડબ્બો ખુલી જતા માતા પુત્રી સહિત ત્રણ ફંગોળાયા- જુઓ વીડિયો
પાટણ: પાટણના સિદ્ધપુરમાં ચાલતા કાર્તિકી મેળામાં ચાલતી રાઈડ્સમાં દુર્ઘટના સર્જાઈ છે. ચાલુ રાઈડ્સે ડબ્બો ખુલી જતા માતા પુત્રી સહિત ત્રણ લોકો ફંગોળાયા હતા જેમા ત્રણેયને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત માતા, બાળકી અને પુત્ર સહિત ત્રણેયને સારવાર હેઠળ ખસેડાયા છે.
પાટણના સિદ્ધપુરમાં ચાલતા કાર્તિકી મેળા દરમિયાન રાઈડ્સ સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેમા ટોરાટોરા નામની રાઈડ્સમાં ચાલુ રાઈડ્સે દુર્ઘટના સર્જાઈ છે. ચાલુ રાઈડ્સે ડબ્બો ખુલ્લી જતા માતા-પુત્રી અને પુત્ર ફંગોળાયા હતા અને ત્રણેયને ગંભીર ઈજા પહોંચી છે. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં માતા અને બાળકીને વધુ ઈજા આવી છે.
આનંદ મેળામાં મહાલવા આવેલા માતા પુત્રી માટે આ મેળો દુ:ખદ સંભારણુ બન્યો છે. રાઈડ્સમાં ઉંચેથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે અચાનક રાઈડ્સના ડબ્બો કેવી રીતે ખૂલી ગયો. શું તેનો દરવાજો રાઈડ શરૂ કરતા પહેલા રાઈડ્સ સંચાલકો દ્વારા ચેક કરવામાં આવ્યો ન હતો ? શું મેળા પહેલા રાઈડ્સનું મેઈન્ટેનન્સ કરવામા આવ્યુ હતુ કે કેમ? ઈજાગ્રસ્ત થયેલ માતા પુત્રીનો શું વાંક? મેળામાં આવતા લોકોની સલામતીની જવાબદારી કોની ?
Input Credit- Sunil Patel- Patan
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
