AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: ચાંગોદરમાંથી ઝડપાયેલા આયુર્વેદિક સિરપના FSL રિપોર્ટમાં મોટો ખૂલાસો, 11 ટકા આલ્કોહોલ હોવાનુ આવ્યુ સામે

ખેડાના સિરપકાંડના પડઘા રાજ્યભરમાં પડ્યા છે અને વિવિધ પાન પાર્લર સહિત મેડિકલમાં દરોડા કરી નશાકારક સિરપ વેચતા તત્વો સામે કાર્યવાહી કરી રહી છે. ચાંગોદરમાંથી ઝડપાયેલ નશાકારક સિરપના FSL રિપોર્ટમાં મોટો ખૂલાસો થયો છે. જેમા 11 ટકા આલ્કોહોલ હોવાનુ સામે આવ્યુ છે. FSL રિપોર્ટ આવ્યા બાદ પોલીસે સિરપનું વેચાણ કરનાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ: ચાંગોદરમાંથી ઝડપાયેલા આયુર્વેદિક સિરપના FSL રિપોર્ટમાં મોટો ખૂલાસો, 11 ટકા આલ્કોહોલ હોવાનુ આવ્યુ સામે
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 02, 2023 | 11:50 PM
Share

અમદાવાદ:  તાજેતરમાં જ ખેડા જિલ્લામાં નશાકારક સીરપ પીવાથી પાંચ લોકોના મોત નિપજ્યા છે. જે બાદ જાણે કે પોલીસ સફાળી જાગી હોય તેમ અલગ અલગ જગ્યાઓ પર નશાકારક સિરપના વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ મહિનામાં એક જાણવા જોગ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મોરૈયા પાટીયા સ્વામીનારાયણ કોમ્પલેક્સમાં શ્રી રામ પાર્લર માંથી SUNNINDRRA ASAV-ARISHTA ની 288.બોટલ, GEREGEM AYURVEDIC PROPRIETARY MEDICINE ASAV-ARISHTHA ની 35 બોટલ, Stone Heal AYURVEDIC PROPRIETARY MEDICINE SAFE & EFFECTIVE ARISHTHA ની 73 બોટલો મળી કુલ 59,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

11 ટકાની પરમીટ કરતા વધુ 14.48 ટકા ઇથાઇલ આલ્કોહોલ મળ્યુ

આ તમામ અલગ અલગ બ્રંડો માંથી એક એક બોટલ તપાસ માટે એફએસએલ માટે મોકલવામાં આવી હતી જેનો રિપોર્ટ આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. એફએસએલ રિપોર્ટ મુજબ SUNNINDRRA ASAV-ARISHTA Batch No.SU103, બોટલ સેમ્પલમાં 11 ટકાની પરમીટ કરતા વધુ 14.48 ટકા ઇથાઇલ આલ્કોહોલની હાજરી મળી આવી. Stone Heal AYURVEDIC PROPRIETARY MEDICINE SAFE & EFFECTIVE ARISHTHA Batch No.SH303 ની બોટલ સેમ્પાળમાં 11 ટકાની પરમીટ કરતા વધુ 13.63 ટકા ઇથાઇલ આલ્કોહોલ મળી આવ્યું છે.

જોકે બન્ને સેમ્પલમાં 11 ટકાથી વધુ ઇથાઇલ આલ્કોહોલની હાજરી મળી આવતા જાણવા જોગ ફરિયાદની તપાસ દરમ્યાન માલ વેચનારથી માલ ઉત્પાદન કરનાર સુધી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પાન પાર્લર સંચાલક સંદીપ ફુલશંકર બરંડા, દુકાન માલિક નિર્મલ કાંતિભાઈ પટેલ, માલ આપનાર ગાયત્રી સેલ્સનાં માલિક સુનીલભાઇ મંગાભાઇ પગી, શિવશકિત એન્ટરપ્રાઇઝના માલિક, માલનું માર્કેટીંગ કરનાર ક્લાસિક એન્ટરપ્રાઇઝના માલિક, મુખ્ય વિક્રેતા શીવમ એન્ટરપ્રાઇઝનાં માલિક તેમજ દાદરા નગર હવેલી ખાતે આવેલી ઉત્પાદન કરતી કંપની AMB PHARMA ના માલિક વિરૂદ્ધ ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પાન પાર્લરના સંચાલકની કરાઈ અટકાયત

FSLમાંથી રિપોર્ટ આવ્યા બાદ પાન પાર્લરના સંચાલક સંદીપ ફુલશંકર બરડાની પોલીસે અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સિરપના ગુજરાતના મુખ્ય વિક્રેતા શીવમ એન્ટરપ્રાઇઝ પાસે નશાબંધી અને આબકારી વિભાગનું સ્ટોરેજનું SA-2 લાઇસન્સ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જેનું ગોડાઉન ચાંગોદર વિસ્તારમાં આવેલું હોવાથી પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા શિવમ એન્ટરપ્રાઇઝનું ગોડાઉન બંધ હાલતમાં મળી આવ્યું. બીજી તરફ સુંદર ગોડાઉનમાં આયુર્વેદીક સિરપની અલગ અલગ બ્રાંડની બોટલો સ્ટોકમા મળી આવી હતી. જેમાં અલગ અલગ બ્રાન્ડની SUNNINDRRA AYURVEDIC PROPRIETARY MEDICINE, GEREGEM ASAV, GEREGEM ASAV, Stone Heal, EASYSLIP ASAV (S) HERBY GOLD ASAV, Natural Booster ASAV (C) SLEEPWELL ASAV ARISHTHA (e) STONEARISHTHA ASAV, KALMEGHASAVA ASAV ni ગોડાઉનમાં પડેલી અલગ અલગ બેંચની કુલ 63 બોટલોને સેમ્પલ તરીકે એફએસએલ માં મોકલવામાં આવી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">