Monsoon 2022: રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે, 9 અને 10 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ (Monsoon 2022) રહેવાની શક્યતા છે. આવતીકાલ એટલે કે 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું (Rain) જોર વધશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:42 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) અંતિમ ચરણમાં છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યુ છે. જો કે હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદી (Rain) માહોલ રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે કે 9 અને 10 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના પગેલા રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે હજુ પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આવતીકાલ એટલે કે 7 સપ્ટેમબર બાદ લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે. અમદાવાદમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. હાલમાં 35 ડિગ્રી તાપમાન છે, જે વધીને 37 ડિગ્રીએ પહોંચશે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો-છવાયો વરસાદ પડવાની પણ આગાહી છે.

આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમા વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડતા ભાદરવા માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ શહેરમાં તો મધરાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ નવસારીમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

Follow Us:
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">