Navsari: વંદે ગુજરાત અંતર્ગતના એક્ઝિબિશનમાં વરસાદે સર્જ્યુ વિઘ્ન, ડોમમાં પાણી ભરાતા સ્ટોલ ધારકોએ સ્ટોલ બંધ રાખવાની ફરજ પડી

નવસારીમાં (Navsari) લાંબા વિરામ બાદ વરસાદ (Rain) તો વરસ્યો છે, જો કે વરસાદે દસ લાખના ખર્ચે તૈયાર કરાયેલા સખી મંડળના બહેનોના એક્ઝિબિશન પર પાણી ફેરવી દીધુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 4:11 PM

મોડીરાતથી વરસી રહેલા વરસાદના (Rain) કારણે નવસારી (Navsari) શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી આપી છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા શહેર અને જિલ્લાના ખેડૂતોમાં (Farmers) ખુશીનું મોજું પ્રવૃત્તિ છે. જો કે નવસારી શહેરમાં દસ લાખના ખર્ચે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શરૂ થયેલા સખી મંડળના એક્ઝિબિશનમાં (exhibition) પાણી ભરાઈ જતા સખીમંડળની બહેનો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બની છે. સરકાર દ્વારા મોટા ખર્ચે ઊભા કરવામાં આવેલા ડોમમાં પાણી ભરાઈ જતા સખીમંડળની બહેનોએ બે દિવસ વેપાર બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકારે રોજગારી ઊભી કરવા માટે બનાવેલો કાર્યક્રમ સખીમંડળની બહેનો માટે વરસાદના કારણે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે.

એક્ઝિબિશન બંધ રાખવાની ફરજ પડી

નવસારીમાં વંદે ગુજરાત અંતર્ગત શરૂ થયેલા એક્ઝિબિશનમાં વરસાદ વિઘ્ન બન્યો છે. નવસારીમાં લાંબા વિરામ બાદ વરસાદ તો વરસ્યો છે, જો કે વરસાદે દસ લાખના ખર્ચે તૈયાર કરાયેલા સખી મંડળના બહેનોના એક્ઝિબિશન પર પાણી ફેરવી દીધુ છે. એક્ઝિબિશનના ડોમમાં પાણી ભરાઇ ગયા છે. આ ડોમમાં લોકોનું આવવુ જવુ મુશ્કેલ છે. સાથે જ સખીમંડળના એક્ઝિબિશનનો સામાન અહીં ખરાબ થઇ જાય તેવી સ્થિતિ છે. જેના પગલે એક્ઝિબિશન બંધ રાખવાની ફરજ પડી છે. વરસાદી પાણી ભરાઇ જવાના પગલે સ્ટોલ ધારકોએ સ્ટોલ બંધ કરી દીધા છે. બે દિવસ વેપાર પણ બંધ રાખવો પડશે. ત્યારે સખી મંડળની બહેનોને વરસાદી વિઘ્નથી ભારે ખોટનો સામનો કરવો પડશે.

નવસારી શહેરમાં વરસાદી માહોલ

મહત્વનું છે કે, રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીમાં (Navsari) વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 2 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

Follow Us:
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">