AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદી સિઝન વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની લહેર, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

વરસાદી સિઝન વચ્ચે અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની લહેર, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:22 AM
Share

મેલેરિયાના (Malaria)48, ડેન્ગ્યુના 41, ચિકનગુનીયાના 3, કમળાના 71 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે.જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

હાલ વરસાદી સિઝનને (Gujarat rain) કારણે અમદાવાદમાં રોગચાળો માથું ઉચકી રહ્યો છે.એક તરફ સ્વાઈન ફ્લૂ (Swine Flu) બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. આંકડાઓની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના ફક્ત 6 દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના 312 કેસ નોંધાયા છે.જ્યારે મેલેરિયાના (Malaria)48, ડેન્ગ્યુના 41, ચિકનગુનીયાના 3, કમળાના 71 અને ટાઈફોઈડના 102 કેસ નોંધાયા છે.જે રીતે રોગચાળો વકરી રહ્યો છે તેને જોતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

શહેરીજનોને સતર્ક રહેવા મનપાની અપીલ

સાથે જ આરોગ્ય વિભાગે (Health department) શહેરીજનોને પણ સાવચેત રહેવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.રાજ્યમાં  પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તો જાણે ઘરે ઘરે વાયરલ ઈન્ફેક્શને હુમલો કર્યો હોય છે.કોરોનાના કેસ કરતા પણ બમણી ગતીથી મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે.

રાજકોટ શહેરમાં (Rajkot City) વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે,શહેરની સરકારી સહિત (Gov hospital)  ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓની OPD પણ વધી છે. સામાન્ય તાવથી (fever) માંડીને શરદી-ખાંસી અને ડેંન્ગ્યુ-મલેરિયા જેવા કેસ પણ નોંધાયા છે. શહેરમાં એકલા સ્વાઈન ફ્લુના (Swine flu)જ 10 જેટલા કેસ નોંધાયા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બિમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે,ત્યારે મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યૂના 10 કેસ અને મેલેરિયા તેમજ ચીકનગુનિયાના 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય શરદીના 359, તાવના 96 કેસ, ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા છે.

g clip-path="url(#clip0_868_265)">