Ahmedabad: શહેરીજનો બીમારીઓની ચપેટમાં, સ્વાઇન ફ્લૂના 14 કેસ, તો મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ વધ્યો

વરસાદી ઋતુમાં અમદાવાદમાં (Ahmedabad) રોગચાળો વકર્યો છે. જુલાઈમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના (Swine flu) 14 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા વધી છે. તો પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી છે.

Ahmedabad: શહેરીજનો બીમારીઓની ચપેટમાં, સ્વાઇન ફ્લૂના 14 કેસ, તો મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ વધ્યો
અમદાવાદમાં અનેક બીમારીઓ ફેલાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 10:03 AM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) સીઝનનો 70 ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. અમદાવાદમાં (Ahmedabad) પણ આ વર્ષે સારો એવો વરસાદ વરસેલો છે. જો કે અમદાવાદ શહેરમાં વરસાદ બાદ રોગચાળો (diseases) પણ વધ્યો છે. શહેરમાં પાણીજન્ય રોગોના કેસમાં વધારો થયો છે. ત્યારે રોગચાળાના ભયને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરાઈ છે. તો બીજીબાજુ પાણીજન્ય રોગચાળાને પગલે પણ શહેરની હોસ્પિટલો ઉભરાઈ રહી છે

સ્વાઇન ફ્લૂ સહિતનો રોગચાળો વકર્યો

વરસાદી ઋતુમાં અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. જુલાઈમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 14 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા વધી છે. તો પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માઝા મૂકી છે. અમદાવાદના વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધારે મેલેરિયા, ટાઈફોડ, ઝાડા-ઉલટીના કેસ સામે આવ્યા છે. AMCના ચોપડે નોંધાયેલા શહેરના કુલ કેસ પર નજર કરીએ તો. જુલાઈ મહિનામાં સાદા મેલેરિયાના 98, ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા. જ્યારે ડેન્ગ્યૂના 1 મહિનામાં જ 43 અને ચિકનગુનિયાના 12 દર્દી સામે આવ્યા. જુલાઈમાં ઝાડા-ઉલટીના 916 અને કમળાના 245 કેસ સામે આવ્યા. કોરોનાના કેસ વધતા AMC રોજના 2500 લોકોના સેમ્પલ લે છે.

કોરોનાના કેસમાં પણ વધારો

અમદાવાદમાં કોરોનાના પણ 9 ટકા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.  02 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 874 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6257 થવા પામી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)  287, વડોદરામાં 92, ગાંધીનગરમાં 41, વડોદરા જિલ્લામાં 38, મહેસાણામાં 37, સુરતમાં 35, ગાંધીનગર જિલ્લામાં 34, રાજકોટમાં 31, પાટણમાં 26, કચ્છમાં 26, રાજકોટ જિલ્લામાં 25, બનાસકાંઠામાં 21, મોરબીમાં 19, સુરત જિલ્લામાં 18, ભાવનગરમાં 16, નવસારીમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 13, વલસાડમાં 13, અમરેલીમાં 12, જામનગરમાં 09, અમદાવાદ જિલ્લામાં 08, ભરૂચમાં 08, અરવલ્લીમાં 06, ગીર સોમનાથમાં 06, ખેડામાં 06, પંચમહાલમાં 06, જામનગરમાં 04, સુરેન્દ્રનગરમાં 03, જૂનાગઢમાં 02, પોરબંદરમાં 02, બોટાદમાં 01 ને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98. 63 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 1030 દર્દીઓ સાજા થયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સ્વાઇન ફ્લૂથી થયેલુ છે એક દર્દીનું મોત

મહત્વનું છે કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">