Panchmahal : સ્થાનિક એજન્સીનું ગોધરા સબજેલમાં સરપ્રાઈઝ ચેકિંગ, 9 મોબાઈલ ઝડપાયા
પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોધરાની સ્થાનિક એલ સી બી, એસ ઓ જી, પેરોલ ફર્લો તેમજ જેલ જડતી ટીમે ગોધરા જેલમાંથી 9 મોબાઈલ ઝડપ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યની તમામ જેલમાં પોલીસની અલગ અલગ ટુકડી પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોધરાની સ્થાનિક એલ સી બી, એસ ઓ જી, પેરોલ ફર્લો તેમજ જેલ ઝડતી ટીમે ગોધરા જેલમાંથી 9 મોબાઈલ ઝડપ્યા છે.
આ પણ વાંચો : Panchmahal : ભારતમાલા પ્રોજેક્ટને કારણે ગામના બે ભાગ પડ્યા, વૈકલ્પિક માર્ગ બનાવવા માટે સ્થાનિકોની રજૂઆત, જુઓ Video
સ્થાનિક એજન્સીઓ 9 મોબાઈલમાંથી બે મોબાઈલમાં સીમ કાર્ડ એકટીવ હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિક એજન્સીઓની ટીમો દ્વારા આકસ્મિક રીતે તમામ બેરેકની તપાસ તેમજ તમામ કેદીની જડતી કરતા ફોન મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધવાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સરપ્રાઈઝ ચેકિંગમાં ભરૂચ પોલીસને મળી સફળતા
આ અગાઉ ભરૂચમા પણ એસપી ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સબ જેલ ભરૂચમાં તપાસ હાથ ધરી હતી. ભરૂચ પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે સૂત્રો અનુસાર જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ભરૂચ સબજેલ અગાઉ પણ મોબાઈલ ફોનના મામલે વિવાદોમાં આવી હતી.
ભરૂચ પોલીસના એસપી ડો. લીના પાટીલના માર્ગર્શન હેઠળ SOG PI આનંદ ચૌધરી અને ક્રાઇમ બ્રાન્ચના PI ઉત્સવ બારોટે પોલીસ કાફલા સાથે ભરૂચ સબજેલમાં તપાસ શરૂ કરી હતી. મોડીરાત સુધી ચાલેલી તપાસ દરમિયાન SP જાતે પણ જેલમાં પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર ભરૂચ પોલીસને સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન મહત્વની સફળતા પણ મળી હતી. જેલમાંથી 4 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 4500 મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ પણ શરૂ કરી હતી.
મોબાઇલની FSL તપાસ થશે
સુત્ર મુજબ મળી આવેલા 4 મોબાઈલ ફોનને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ ફોન કોણે ઉપયોગમાં લીધા અને કોને ક્યાં કારણોસર કોલ કાર્ય હતા? તેની વિગતો બહાર લાવવામાં આવશે.
જેલમાં રોકડનો ઉપયોગ શું?
જેલમાં મળી આવેલી રોકડ પાછળ બે મુદ્દો તપાસ માગે છે. એક જેલમાં બહારથી નશા તેમજ ગુટખા અને વૈભવની ચીજો વેચાતી હોય અથવા જેલમાં ખંડણીનું નેટવર્ક ચાલતું હોઈ શકે છે. આ તમામ મામલાઓ પણ તપાસ હેઠળ લેવાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…