Panchmahal: વરરાજાને નચાવતા વખતે હાર્ટ એટેક આવતા મિત્રનું મોત, ત્રણ માસમાં યુવકોની હાર્ટ એટેકથી મોતની નવ ઘટના

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 5:54 PM

પંચમહાલ (Panchmahal) જિલ્લાના રજાયતા ગામમાં એક યુવક પોતોના મિત્રના લગ્નની ખુશીમાં ઝુમી રહ્યો હતો. તે ડીજેના તાલ સાથે અન્ય મિત્રો અને વરરાજાને નચાવતો હતો.

Panchmahal: વરરાજાને નચાવતા વખતે હાર્ટ એટેક આવતા મિત્રનું મોત, ત્રણ માસમાં યુવકોની હાર્ટ એટેકથી મોતની નવ ઘટના

ફરી દિલના દુશ્મને એક યુવાન પર હુમલો કર્યો છે. ફરી એક નવજુવાનનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયુ છે. પંચમહાલના મોરવા હડફ તાલુકામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં રજાયતા ગામમાં લગ્નપ્રસંગ હતો. વરરાજાના મિત્રો ખુશી મનાવી રહ્યા હતા. જો કે આ પ્રસંગમાં વરરાજાને ખભે લઈને નાચતા મિત્રનું જ મોત થઈ ગયુ હતુ. લગ્ન પ્રસંગ વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

લગ્નમાં જ વરરાજાના મિત્રનું મોત

પંચમહાલ જિલ્લાના રજાયતા ગામમાં એક યુવક પોતાના મિત્રના લગ્નની ખુશીમાં ઝુમી રહ્યો હતો. તે ડીજેના તાલ સાથે અન્ય મિત્રો અને વરરાજાને નચાવતો હતો. વરરાજાનો મિત્ર વરરાજાને ઉંચકીને નાચી રહ્યો હતો. ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયો. તુરંત જ યુવકને સંતરામપુર સારવાર માટે લઈ જવાયો હતો. જો કે, રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો હતો. મૃતક યુવકની ઉંમર 27 વર્ષની હતી. તેને હૃદયરોગનો હુમલો આવ્યાની આશંકા છે. આ અચાનક મોતે ચિંતા વધારી છે.

છેલ્લા બે મહિનામાં દિલના દુશ્મને આવા અનેક યુવાનોના ભોગ લીધા છે. કોઈક ક્રિકેટ રમતા, કોઈક યોગ કરતા અચાનક મોતને પામ્યા. આ પહેલા પાટણમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. તો સુરતમાં યોગ કર્યા બાદ હૃદયરોગથી મોત થયું. સુરત, અમદાવાદ, રાજકોટમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં થયેલી ઘટનાઓ

  • તારીખ – 14 માર્ચ, 2023 સ્થળ – પાટણ 40 વર્ષથી ઓછી ઉંમરના બે સગાભાઈના મોત મોટાભાઈને એટેક આવ્યા બાદ નાનાભાઈનું પણ મોત
  • તારીખ – 8 માર્ચ, 2023 સ્થળ – સુરત સુરતના 44 વર્ષિય મુકેશ મેદપરા યોગ કરતા સમયે મોત
  • તારીખ – 5 માર્ચ, 2023 સ્થળ- સુરત ઓલપાડના નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ રમતા મોત
  • તારીખ – 25 ફેબ્રુઆરી, 2023 સ્થળ – અમદાવાદ અમદાવાદમાં સરકારી કર્મચારી વસંત રાઠોડનું ક્રિકેટ રમતા મોત
  • તારીખ – 19 ફેબ્રુઆરી, 2023 સ્થળ – સુરત સુરતના વરાછામાં રહેતા 27 વર્ષિય પ્રશાંત ભરોલિયાને હાર્ટએટેક
  • તારીખ – 19 ફેબ્રુઆરી, 2023 સ્થળ – રાજકોટ રાજકોટના જીજ્ઞેશ ચૌહાણને ક્રિકેટ રમતાં છાતીમાં દુઃખાવો, મોત
  • તારીખ – 15 ફેબ્રુઆરી, 2023 સ્થળ – રાજકોટ પિતરાઈ બહેનના લગ્ન પ્રસંગે આવેલા ભરત બારૈયાનું મોત
  • તારીખ – 7 ફેબ્રુઆરી, 2023 સ્થળ – સુરત કામરેજના કિશન પટેલનું ક્રિકેટ રમતા બેભાન થતાં મોત
  • તારીખ – 30 જાન્યુઆરી, 2023 સ્થળ – રાજકોટ બે યુવકોના અલગ અલગ સ્થળે મોત રેસકોર્ટ મેદાનમાં ક્રિકેટ રમી રહેલા રવિ વેગડાનું મોત ફૂટબોલ રમી રહેલા 21 વર્ષિય યુવકનું મોત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati