Panchmahal: પંચમહાલમાં દબાણ કરનારાઓની દાદાગીરી, પાલિકા કર્મચારી પર ઉથલાવી દીધી લારી, મામલો પોલીસ મથક પહોંચ્યો, જુઓ Video
પંચમહાલના શહેરામાં પાલિકા કર્મચારીઓ અને ફ્રુટની લારીધારક વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. દબાણ શાખાની ટીમ ઉપર જ ફળથી ભરેલી લારી ઉથલાવી દેવામાં આવી હતી. રસ્તાઓ પર દબાણ કરતા લારી ગલ્લાઓ વાળાઓને અનેકવાર ચેતવવા છતા પણ તેઓ દબાણ દૂર કરતા હોતા નથી. આ દરમિયાન દબાણ શાખાની ટીમ પર જ લારી ઉથલાવી દેતા હોબાળો મચી ગયો હતો. આ મામલે પાલિકાના કર્મચારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરીને રોષ દાખવ્યો હતો.

આ પણ વાંચોઃ Ukai Dam: તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો, 2.70 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જુઓ Video
બીજી તરફ પાલિકાના સેનેટરી ઈન્સપેક્ટર દ્વારા શહેરા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. પોતાની પર લારી ઉથલાવીને હોબાળો કર્યાની ફરિયાદ કરી છે. ઘટના અંગેની વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો છે. જ્યારે સ્થાનિકો પણ શહેરના રસ્તાઓ પર ટ્રાફિકને લઈ દબાણને દૂર કરવા માટે ઈચ્છી રહ્યા છે. રસ્તાઓ પર ખૂબ જ ભીડ જમાવતા દબાણકારોને દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા