Gujarati Video : રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં 20 દિવસથી નિયમિત પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ
રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ કર્યું છે. 20 દિવસથી નિયમિત પાણી ન આવતા મોટી સંખ્યામાં મહિલાઓએ મનપાની વેસ્ટ ઝોનની ઓફિસે આક્રોશ ઠાલવ્યો હતો.
Rajkot: રાજકોટમાં ભર ઉનાળે પાણીનો કકળાટ થતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ કર્યું છે. 20 દિવસથી નિયમિત પાણી ન આવતા મોટી સંખ્યામાં મહિલાઓએ મનપાની વેસ્ટ ઝોનની ઓફિસે આક્રોશ ઠાલવ્યો હતો.
આ વિસ્તારમાં લોકો રોજ ટેન્કર મંગાવીને પાણીનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે. પાણી મુદ્દે સ્થાનિકોએ વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જો કે મનપા કચેરીએ રજૂઆત બાદ અધિકારીઓએ મહિલાઓને હવે નિયમિત પાણી આવવાની બાંહેધરી આપી છે.
આ પણ વાંચો : વાવાઝોડાની ગંભીર સ્થિતિ વચ્ચે લોકો બેદરકાર, જુઓ Video
તો બીજી તરફ કાલાવાડ રોડ પરના ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા મહિલાઓ રોષે ભરાઇ છે. ચૂંટણી ટાણે કરેલા વાયદા હજુ પણ પૂર્ણ ન થતા મહિલાઓ ખાલી ડોલ અને વાસણો લઇને ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસે પહોંચી હતી. મહિલાઓએ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસે ભારે હોબાળો કર્યો હતો. ઓફિસમાં અધિકારીઓ હાજર ન રહેતા હોવાનો પણ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
