Porbandar : વાવાઝોડાની ગંભીર સ્થિતિ વચ્ચે લોકો બેદરકાર, જુઓ Video
પોરબંદરમાં વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે લોકો બેદરકાર જોવા મળ્યા. મહિલાઓ અને યુવાનો દરિયાની નજીક ફરતા જોવા મળ્યાં. વહીવટી તંત્રએ લોકોને દરિયાથી દૂર રહેવા જાણ કરી છે.
Porbandar: દરિયાકાંઠે વાવાઝોડની ગંભીર સ્થિતિ વચ્ચે પણ લોકો બેદરકાર જોવા મળ્યાં. મહિલાઓ અને યુવાનો દરિયાકાંઠાની નજીક ફરતા દેખાયા. વહીવટી તંત્રએ લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપી છે. તેમ છતાં લોકો પોતાની મોજ-મસ્તી ખાતર તંત્રની સૂચનાને અવગણીને જીવ જોખમમાં મુકતા દેખાયા.
આ પણ વાંચો : ST બસ સ્ટેન્ડમાં પાસ કઢાવવા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ નહીં ખાવા પડે ધક્કા, જુઓ Video
જો કે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચવા માટે તંત્ર હજુ એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસર હેઠળ દેવભૂમિ દ્વારકા અને અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવાઈ રહ્યો છે. દરિયાકાંઠે 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા. કચ્છમાં કલેકટરની અધ્યક્ષતામાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા NDRF ખડેપગે છે. વડોદરાના જરોદ ખાતે NDRFની 12 ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે. તો ગાંધીનગરમાં પણ કંટ્રોલરૂમ શરૂ કરી વાવાઝોડાની સ્થિતિ પર બાજ નજર રખાઈ રહી છે. જામનગરમાં પણ રાઉન્ડ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે.